લેયર પરોઠા
  • 104 Views

લેયર પરોઠા

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ઘઉંનો લોટ
  • 150 ગ્રામ લીલા વટાણા અથવા તુવેરના લીલવા
  • 100 ગ્રામ ગાજર
  • 100 ગ્રામ બટાકા
  • 2 ડુંગળી, 2 કેપ્સીકમ
  • 1/2 ઝૂડી લીલા ધાણા
  • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 લીંબુ
  • મીઠું, મરચું, ખાંડ, માખણ, તેલ, હિંગ, લીલી ચટણી લાલ ચટણી

Method - રીત

ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાંખી કણક બાંધી રાખવી.

ગ્રીન ફિલિંગ - એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગનો વઘાર કરી, લીલવાનો મિક્સરમાં કરેલો ભૂકો નાંખવો. મીઠું નાંખી ધીમાં તાપ ઉપર મૂકવું. બફાય એટલે કેપ્સીકમની કટકી, અાદું-મરચાં-લસણની પેસ્ટ, નાળિયેરનું ખમણ, થોડી ખાંડ અને લીંબુનો રસ નાંખી, ઉતારી લીલા ધાણા નાંખી ગ્રીન ફિલિંગ બનાવવું.

રેડ ફિલિંગ - એક વાસણમાં તેલ મૂકી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. પછી તેમાં ગાજરનું છીણ, બાફેલા બટાકાની કટકી, તલ, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો નાંખી હલાવી ઉતારી લેવું. રેડ ફિલિંગ તૈયાર કરવું.

ઘઉંના લોટમાંથી વચ્ચે મૂકવો માટે થોડી રોટલી વણી તવા ઉપર શેકી લેવી. પછી લોટમાંથી સાદી રોટલી વણી ઉપર લીલી ચટણી લગાડી ગ્રીન ફિલિંગ મૂકવું. તેના ઉપર શેકેલી રોટલી મૂકી રેડ ચટણી લગાડી, રેડ ફિલિંગ મૂકવું. પછી સાદી રોટલી મૂકવી. ચારે બાજુની કિનાર બરાબર દબાવી દેવી. પછી બેકિંગ ડિશમાં વધારે માખણ લગાડી પરોઠા મૂકવા. ઉપર થોડું માખણ લગાડવું. પછી પ્રિહીટેડ ઓવનમાં પરોઠા બેક કરી, બદામી થાય એટલે કાઢી તેના ચાર કટાકા કરી કાપી ચટણી સાથે પરોઠા પીરસવા.