લેમન-ફૂદિના મોકટેઈલ
  • 263 Views

લેમન-ફૂદિના મોકટેઈલ

Ingredients - સામગ્રી

  • 2 લીંબુનો રસ
  • 1/2 કપ ખાંડ
  • 1 કપ તાજો ફૂદિનો
  • 3 કપ પાણી
  • 1 ટીસ્પૂન મરી પાવડર

Method - રીત

- એક મોટા વાસણમાં લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરીને ઓગાળો.
- તેમાં ફૂદિનાના પાનને ઝીણા સમારીને અથવા પીસીને મિક્સ કરો જેથી તેનો રસ મિશ્રણમાં ભળી જાય.
- હવે તેમાં પાણી ઉમેરી બરાબર હલાવો. હવે તેમાં મરી પાવડર ઉમેરો.
- તરત પીવા માટે આઈસ ક્યૂબ નાંખીને હલાવીને પી શકો.
- થોડી વાર પછી પીવા માટે ફ્રિઝમાં મૂકી દો.