લીંબુનું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
 • 421 Views

લીંબુનું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)

Ingredients - સામગ્રી

 • 2 ટીસ્પૂન સૂકા ધાણા
 • 20 દાણા મરી,
 • 3 મોટી એલચી
 • 1 ટીસ્પૂન શાહજીરું
 • 1 ટીસ્પૂન જીરું
 • 1 ટીસ્પૂન કલૌંજી
 • 7 લવિંગ, 4 કટકા તજ
 • 2 ટીસ્પૂન વરિયાળી
 • 4 ટીસપૂન તેલ
 • 2 કિલો લીંબુ
 • 100 ગ્રામ મીઠું
 • 2 ટીસ્પૂન હળદર
 • 350 ગ્રામ ગોળ
 • 50 ગ્રામ તેલ
 • 100 ગ્રામ મરચું

Method - રીત

ધાણા, મરી, જીરું, કલૌંજી, લવિંગ, તજ, મોટી એલચી અને વરિયાળી બધો મસાલો થોડા તેલમાં શેકવો. પછી તેમાં શેક્યા વગરું શાહજીરું નાંખી, ઠંડો પડે એટલે ખાંડી કરકરો ભૂકો કરવો.

લીંબુને ધોઈ, કોરાં કરી, ઊભાં સમારવાં. તેમાં મીઠું અને હળદર નાંખી, હલાવી, અાથી રાખવાં. રોજ ચમચાથી હલાવી, દબાવવાં. લીંબુ બરાબર અથાઈ જાય એટલે થાળીમાં કાઢી, તેમાં તૈયાર કરેલો મસાલો, ઝીણો સમારેલો ગોળ અને તેલ નાંખી, તાપ ઉપર થોડી વાર મૂકવું. રસો જાડો થાય એટલે મરચું નાંખી, હલાવી, ઉતારી લેવું. ઠંડું પડે એટલે બરણીમાં ભરી લેવું.