લીંબુને ધોઈ, કોરં કરી, એક લીંબુની ચાર ચીરીઓ કરવી, બી કાઢી નાંખવા. તેમાં મીઠું અને હળદર નાંખી, સારુ હલાવી બરણીમાં ભરી લેવું. બરણીને ઝીણો કટકો બાંધી, તડકામાં બરણી મૂકવી. રોજ હલાવવું. અથાય એટલે ચીરીઓ થાળીમાં કાઢી એકાદ કલાક પંખા નીચે રાખી સૂકવવી.
એક વાસણમાં ખાંડ લઈતેમાં લીંબુ અથાયેલું પાણી અને બીજું થોડું પાણી નાંખી ચાસણી થાય એટલે તેમાં લીંબુની ચીરીઓ, મરચું, અને તજ-લવિંગનો ભૂકો નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. તેલમાં રાઈ-હિંગ અને મરચાંનો વઘાર કરી, તેલ ઠંડું પડે એટલે અથાણામાં નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું.
અા અથાણું એક વર્ષ સુધી સારુ રહી શકે છે.