લીંબુને ધોઈ, કોરાં કરી, નાના એકસરખા કટકા કરવા. બી કાઢી નાંખવા. પછી મીઠું અને હળદરમાં રગદોળી, બરણીમાં ભરી, કપડાથી મોં બાંધી, તડકામાં બરણી મૂકવી. લીંબુ અધકચરાં અથાય એટલે કાઢી લેવાં.
એક થાળીમાં રાઈની દાળ, ખાંડ, મરચાં, મીઠું અને તજ-લવિંગનો ભૂકો નાંખી, હલાવી, મસાલો તૈયાર કરવો.
બરણીમાં નીચે થોડું તેલ રેડી, તેમાં થોડા લીંબુના કટકા નાંખવા. તેના ઉપર મસાલાનો થર પાથરવો. મસાલા ઉપર ફરી લીંબુના કટકા અને તેના ઉપર ફરી મસાલાનો થર પાથવો. અાવી રીતે વારાફરતી લેયર કરવાં. સૌથી ઉપર મસાલાનો થર અાવે તેમ કરવું. તેના ઉપર તેલ રેડવું. બરણીના મોં ઉપર ઝીણું કપડું બાંધી, તડકામં બરણી મૂકવી. રોજ સવારે તડકામાં બરણી મૂકવી અને સાંજે ઘરમાં અંદર મૂકવી. અથાણું હલાવતા રહેવું. 10 થી 15 દિવસે અથાણું તૈયાર થશે.