લીંબુનું લસણવાળું અથાણું
 • 339 Views

લીંબુનું લસણવાળું અથાણું

Ingredients - સામગ્રી

 • 1 કિલો મોટાં પીળા લીંબુ
 • 25 ગ્રામ મરચું
 • 200 ગ્રામ રાઈનો ભૂકો
 • 100 ગ્રામ શેકેલી મેથીનો ભૂકો
 • 2 ટેબલસ્પૂન ધાણાનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન જીરુંનો ભૂકો
 • 1 ટીસ્પૂન તજનો ભૂકો
 • 1 ટીસ્પૂન લવિંગનો ભૂકો
 • 1 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
 • 100 ગ્રામ ખાંડ
 • 4 ટેબલસ્પૂન તેલ
 • 25 ગ્રામ લસણ
 • મીઠું, હળદર - પ્રમાણસર

Method - રીત

લીંબુને ઘોઈ કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, મરચું, હળદર, રાઈનો ભૂકો, મેથીનો ભૂકો, ધાણાનો ભૂકો, જીરુંનો ભૂકો,તજ-લવિંગ-મરી-એલચીનો ભૂકો અને ખાંડ નાંખી, મસાલો તૈયાર કરી, લીંબુમાં ભરવો. બરણીમાં લીંબુ ભરી, બરણીનું મોઢું ઝીણા કપડાથી બાંધી, બરણી તડકામાં મૂકવી.

લીંબુની છાલ પોચી પડે અને અથાય એટલે થાળીમાં કાઢી, તેના કટકા કરવા. તેલને ગરમ કરી, તેમાં લસણની કળીને છોલી થેની કટકી કરી નાંખી, તેલ ઉતારી લેવું. તેલ ઠંડું પડે એટલે લીંબુમાં નાંખી, હલાવી, અથાણું બરણીમાં ભરી લેવું.