જાડાં મરચાંનું અથાણું
  • 286 Views

જાડાં મરચાંનું અથાણું

Ingredients - સામગ્રી

  • 1 કિલો જાડાં ભૂંગળી જેવા મરચાં
  • 100 ગ્રામ શેકેલી મેથીનો કરકરો ભૂકો
  • 250 ગ્રામ રાઈની દાળ
  • 100 ગરામ વરિયાળીની દાળ
  • 250 ગ્રામ મીઠું
  • 100 ગ્રામ તેલ
  • 1 ટીસ્પૂન રાઈ
  • 1/2 ટીસ્પૂન હિંગ
  • 2 કપ વિનેગર

Method - રીત

મરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કપ કરવો. મેથીનો ભૂકો, રાઈની દાળ, વરિયાળીનો ભૂકો અને મીઠું બધું ભેગું કરી, તેલમાં રાઈ-હિંગ નાંખી મસાલો વઘારવો. ઠંડો પડે એટલે મરચાંમાં ભરવો. તેલમાં મરચાં રગદોળી, બરણીમાં ભરી લેવાં. તેમાં વિનેગર નાંખી, મરચાં દાબી રાખવાં.

નોંધ – અા મરચાં બાર માસ સારાં રહી શકે છે. અવારનવાર ચમચાથી મરચાંને દબાવી વિનેગરમાં ડૂબડૂબાણ રાખવાં.