તુવેરના લીલવાના ઢેખરાં (સૂરતી)
  • 584 Views

તુવેરના લીલવાના ઢેખરાં (સૂરતી)

Ingredients - સામગ્રી

  • 400 ગ્રામ ચોખાનો લોટ
  • 100 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  • 400 ગ્રામ તુવેરના લીલવા
  • કટકો અાદું, 5 લીલાં મરચાં
  • 25 ગ્રામ કોપરાનું ખમણ
  • 1 ટેબલસ્પન તલ
  • 1 નાની ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, ગોળ, તેલ - પ્રમાણસર

Method - રીત

બન્ને લોટ ભેગા કરી, તેમાં તેલનું મોણ નાંખી, મસળી લોટ તૈયાર કરવો. તુવેરના લીલવાને બાફી, અધકચરા છૂંદવા. એક વાસણમાં જેટલા વાડકા લોટ હોય તેટલા વાડકા પાણી લઈ ઊકળવા મૂકવું. પાણીમાં મીઠું, હળદર, ગોળ, વાટેલાં અાદું-મરચાં, કોપરાનું ખમણ, તલ અને લીલા ધાણા નાંખવાં. પાણી ઊકળે એટલે કંસારની માફક લોટ ઓરી દેવો. તેમાં તુવેરના લીલવા નાંખવા. લોટ બરાબર બફાઈ જાય પછી થોડી વાર સીજવા દેવો. પછી લોટ ઠંડો પડે એટલે મસળી તેમાંથી ગોળ નાનાં ઢેખરાં કરી તેલમાં તળી લેવાં અથવા પેણીમાં થોડું તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી, ઢેખરાં વઘારવાં. બન્ને બાજુ બદામી થાય એટલે ઉતારી લેવાં. ઉપર લીલા ધાણા અને કોપરું ભભરાવવું.