લીલવા અને ઢોકળી
 • 237 Views

લીલવા અને ઢોકળી

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ તુવેરના લીલવા
 • 150 ગ્રામ ઘઉંનો લોટ
 • 5 લીલાં મરચાં, કટકો આદું
 • 1 ટેબલસ્પૂન તલ,
 • 122 ટીસ્પૂન ખાંડ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, મરચું, હળદર, તેલ, રાઈ, હિંગ, ચપટી સોડા

Method - રીત

એક તપેલીમાં પાણી, સોડા અને તેલ નાંખી, ગેસ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તેમાં તુવેરના લીલવા નાંખવા. લીલવા બફાય એટલે મીઠું, હળદર, મરચું અને ગરમ પાણી નાંખવું. ઉકળે એટલે ઘઉંના લોટમાં મીઠું, મરચું, હળદર અને મૂઠી પડતું તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધી, તેલનો હાથ લઈ નાની ઢોકળી બનાવી, તેમાં મૂકવી. પછી વાટેલાં આદું-મરચાં, તલ, ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને કોપરાનું ખમણ નાંખી, ઢોકળી બરાબર બફાય અને જાડો રસો થાય એટલે ઉતારી, ઉપર લીલા ધાણા ભભરાવવા. હાથથી ડોકળી બનાવવાને બદલે રોટલો વણી, શક્કરપારા જેમ કાપીને નાંખી શકાય.