લીલવાના ખમણી રોલ્સ
 • 304 Views

લીલવાના ખમણી રોલ્સ

Ingredients - સામગ્રી

 • લીલવાનો મસાલો
 • 250 ગ્રામ તુવરના લીલવા
 • 4 લીલાં મરચાં
 • 1 ટીસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ખસખસ
 • 1 લીંબુ
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તેલ, હિંગ – પ્રમાણસર
 • ખમણી માટે –
 • 2 કપ ચણાનો લોટ
 • 2 કપ છાશ
 • 3 કપ પાણી
 • મીઠું, હળદર - પ્રમાણસર

Method - રીત

તુવેરના લીલવાને વાટી નાંખવા. એક વાસણમાં થોડું ેલ મૂકી, હિંગ નાંખી, લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી તાપ ધીમો રાખવો. બરાબર બફાય એટલે તેમાં લીલા મરચાંના બારીક કટકા, તલ, ગરમ મસાલો, ખસખસ અને ખાંડ નાંખી, હલાવી, ઉતારી લેવું, પછી લીંબુનો રસ અને લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.

ચણાના લોટમાં મીઠું, હળદર, છાશ અને પ્રમાણસર પાણી નાંખી, બરાબર હલાવી, તાપ ઉપર મૂકવું. હલાવતી વખતે સળંગ એક બાજુ હલાવવું. ગાંઠા ન પડે તેની ખાસ કાળજી રાખવી. પછી થાળીમાં તેલ લગાડી, ખૂબ પાતળું ચોપડી તેવું. ઠંડું પડે એટલે તેના ઉપર લીલવાનો મસાલો પાથરવો. પછી તેમાં લાંબા કાપા કરી, રોલ્સ વાળવા એક ડિશમાં ઊભા રોલ્સ મૂકવાથી સુંદર લાગે છે.

નોંધ – ગરમ ગરમ ખમણી પાથરવાથી પાતળી પથરાશે, પ્લાસ્ટિકના જાડા છડા ઉપર પાથરી શકાય છે.