લીલવા-મોગરી-મેથીનું શાક
  • 505 Views

લીલવા-મોગરી-મેથીનું શાક

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ તુવેરના લીલવા
  • 250 ગ્રામ મોગરી
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • 250 ગ્રામ મેથીની ભાજી
  • 1/2 ટીસ્પૂન ખાંડ
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, મરચું, હળદર, તેલ, રાઈ, હિંગ, આખાં મરચાં

Method - રીત

તુવેરના લીલવાને વરાળથી બાફી લેવાં. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ અન મરચાંના કટકાનો વઘાર કરી, મોગરીને ઝીણી સમારી, ધોઈ, નિતારી, વઘારવી. તેમાં બાફેલા લીલવા, મીઠું, મરચું, હળદર અને ધાણાજીરું નાંખવું. મોગરી બફાય એટલે મેથીની ભાજી નાંખવી. પાણી બળે અને તેલ દેખાય એટલે ખાંડ અને ગરમ મસાલો નાંખી, ઉતારી, લીલા ધાણા નાંખવા.