એક તપેલીમાં તેલ મૂકી, લીલવા વઘારવાં. તેમાં સોડા, મીઠું અને પાણી નાંખવું. લીલવા બફાય અને પાણી બળે એટલે દહીંની છાશ નાવી, તેમાં ચણાનો લોટ મિક્સ કરી અંદર નાંખવું. પછી હળદર, મરચું, વાટેલાં અાદું-મરચાં અને ખાંડ નાંખી, જાડું રસાદાર થાય એટલે ઉતારી, વાટેલું લસણ અને લીલા ધાણા નાંખવાં.