મેક્રોની સલાડ
  • 261 Views

મેક્રોની સલાડ

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ મેક્રોની (બાફેલી)
  • 100 ગ્રામ ફણગાવેલા મગ
  • 100 ગ્રામ કોબીજ
  • નંગ-2 ગાજર, 2 ડુંગળી, 2 ટીસ્પૂન સોયા સોસ
  • 2 ટીસ્પૂન ચીલી સોસ
  • ડ્રેસિંગ માટે – 2 ચમચી વિનેગર, 2 ચમચી સલાડ ઓઈલ, 1 ચમચી રાઈનો પાઉડર, 1 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી મરીનો પાઉડર અને મીઠું બધું ભેગું કરી ડ્રેસિંગ તૈયાર કરવું

Method - રીત

કોબીજને બારીક સમારવી, થોડી વાર બરફના પાણીમાં રાખવી. જેથી કડક થશે. ગાજરને છોલી, લાંબી કતરી કરવી. એક બાઉલમાં ફણગાવેલા મગ, કોબીજ, ગાજરની કતરી, ડુંગળીનું કચુંબર, સોયા સોસ અને ચીલી સોસ બધું ભેગું કરવું. પછી ડ્રેસિંગ અને બાફેલી મેક્રોની નાંખી હલાવી સર્વ કરવું.