મદ્રાસી પુલાવ
  • 382 Views

મદ્રાસી પુલાવ

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ચોખા
  • 2 ડુંગળી
  • 25 ગ્રામ નાના સિંગદાણા
  • 25 ગ્રામ ચણાના દાળિયા
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • 4 ટેબલસ્પૂન અાંબલીનો જાડો રસ
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • મીઠું, તેલ, રાઈ, જીરું, તજ, લવિંગ,
  • લીમડાના પાન, હળદર, મરચું

Method - રીત

ચોખાને ધોઈ, થોડીવાર પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઉકળે એટલે ચોખા નાંખવા. ચોખા બફાય એટલે ચાળણીમાં નાંખીકોરા કરવા.

એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, જીરું, તજ, લવિંગ અને લીમડાના પાન નાંખી, ડુંગળીનું કચુંબર વઘારવું. સિંગદાણાને અગાઉથી ગરમ પાણીમાં પલાળી, છોડાં કાઢી તેના અડધિયાં કરી રાખવા. પછી તે ચણાના દાળિયા, લીલાં મરચાંના કટકા, વાટેલું અાદું અને અાંબલીનો રસ નાંખવો. જરા કોરું થાય એટલે ભાત, મીઠું, હળદર, મરચું, અને ગરમ મસાલો નાંખી ધીમા તાપ ઉપર સીઝવા મૂકવો. બરાબર સિઝાય એટલે ઉતારી લેવો. મદ્રાસી ચટણી સાથે પીરસવો.