મગજતરીનો મોહનથાળ
  • 583 Views

મગજતરીનો મોહનથાળ

મગજતરીનાં બી લઈ, ખાંડવાં. પછી ઘીમાં ભૂકો સાંતળવો. ચણાના લોટમાં ઘી-દૂધનો ધાબો લઈ, ચાળી, દાણાદાર ભૂકો બનાવવો. પછી ઘીમાં બદામી રંગનો શેકી લેવો. માવાને ઘીમાં બદામી રંગનો શેકવો.

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ મગજતરીનાં બી
  • 100 ગ્રામ ચણાનો લોટ
  • 50 ગ્રામ માવો
  • 200 ગ્રામ ખાંડ
  • ઘી, એલચી, દૂધ, પીળો રંગ
  • ચપટી બરાસ (અૈચ્છિક)

Method - રીત

મગજતરીનાં બી લઈ, ખાંડવાં. પછી ઘીમાં ભૂકો સાંતળવો. ચણાના લોટમાં ઘી-દૂધનો ધાબો લઈ, ચાળી, દાણાદાર ભૂકો બનાવવો. પછી ઘીમાં બદામી રંગનો શેકી લેવો. માવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બધું ભેગું કરી ઠંડું પાડવું.

એક વાસણમાં ખાંડ નાંખીને, તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. થોડું દૂધ નાંખી, મેલ કાઢવો. પછી અંદર પીળો રંગ નાંખવો. ચાસણી બેતારી થાય એટલે ઉતારી, થોડી વાર ઘૂંટવી. પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ, એલચીનો ભૂકો અને ચપટી બરાસનો ભૂકો નાંખી, હલાવી, થાળીમાં ઘી લગાડી, ઠારી દેવું. ઉપર મગજતરીનાં બીને ઘીમાં સાંતળી, કટકી કરી લગાડી દેવાં.