મકાઈનાં ભજિયાં
  • 146 Views

મકાઈનાં ભજિયાં

Ingredients - સામગ્રી

  • 1 કિલો મકાઈ
  • 3 ટેબલસ્પૂન ચણાનો લોટ
  • 1 ટેબલસ્પૂન ખાટું દહીં
  • 1 ટીસ્પૂન તલ
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • 1/2 ઝૂડી લીલા ધાણા
  • 7 કળી લસણ
  • મીઠું, મરચું, ખાંડ, તેલ - પ્રમાણસર

Method - રીત

મકાઈને છીણી, જે દાણા રહ્યા હોય તેને વાટ નાંખવા. તેમાં મીઠું, મરચું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, તલ, લીલા ધાણા, ચણાનો લોટ, થોડું ખાટું દહીં અને વાટેલું લસણ નાંખી, તેના ભજિયાં તેલમાં તળી લેવા.