મકાઈને છોલી, છીણી લેવા. થોડા આખા દાણા રહ્યા હોય તો વાટી લેવા. એક તપેલીમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, મકાઈનો ભૂકો નાંખી સાંતળવો. તેમાં મીઠું નાંખી તાપ ધીમો રાખવો. મકાઈનો ભૂકો બદામી રંગનો બરાબર સંતળાય એટલે તેમાં દૂધ, હળદર, મરચું, વાટેલા અાદું-મરચાં, તલ, તજ-લવિંગ-મરીનો ભૂકો, ખાંડ, થોડું નાળિયેરનું ખમણ, દ્રાક્ષ, કાજુના કટકા અને 1 ચમચો ઘી નાંખી, ખૂબધીમા તાપ ઉપર સીજવા મૂકવું. દાણો બફાય અને ખીલી જાય એટલે ઉતારી લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખવા.