મકાઈને છીણી, અાખા દાણા રહ્યા હોય તે વાટી લેવા. એક તપેલીમાં મકાઈ ભરી, તેમાં દહીં અને મીઠું નાંખી અાઠ-નવ કલાક અાથી રાખવું. ત્યારબાદ તેમાં વાટેલાં અાદું-મરચાં, ચપટી ખાંડ અને ચણાનો લોટ નાંખવો. થોડું તેલ ગરમ કરી, તેમાં સોડા નાંખી, ખીરામાં નાંખી, હલાવી લેવું. થોડું ગરમ પાણી નાંખી ખીરું થાળીમાં પથરાય તેવું કરવું. થાળીમાં તેલ લગાડી તેમાં ખીરું પાથરવું. ઉપર લાલ મરચાંની ભૂકી છાંટવી. ઢોકળાં જેમ થાળી વરાળથી બાફી લેવી. ઠંડી પડે એટલે કટકા કાપવા. તેના ઉપર નાળિયેરનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. તેલમાં રાઈ, હિંગ અને છેલ્લે તલ નાંખી વઘાર કરવો.પીરસતી વખતે ચણાની સેવ ભભરાવવી.