મકાઈને છોલી, છીણી લેવા. દાણા રહ્યા હોય તેને વાટી લેવા. જેટલો મકાઈનો ભૂકો હોય તેનાથી ડબલ મોળી છાશ નાંખી, ચાર-પાંચ કલાક રહેવા દેવું પછી મીઠું અને હળદર નાંખી કૂકરમાં ભૂકો બાફી લેવો. એક વાસણમાં તેલમ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, મકાઈનો ભૂકો, ખાંડ, તલ અને વાટેલા અાદું-મરચાં નાંખી, ઉતારી લેવું. નાળિયેરનું ખમણ અને લીલા ધાણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.
એક બાઉલમાં મિસળ મૂકી ઉપર બાફેલા બટાકાની કટકી, ડુંગળીનું બારીક કચુંબર, તળેલા પાપડનો ભૂકો અને ચણાની ઝીણી સેવ ભભરાવી ઉપર 1 ચમચી લીલી ચટણી નાંખી પીરસવું.