મકાઈની પાપડ ખમણી
 • 156 Views

મકાઈની પાપડ ખમણી

Ingredients - સામગ્રી

 • 1 કિલો કુમળા મકાઈના દોડા
 • 4 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા, 7 કળી લસણ
 • 10 કાજુ, 10 લાલ દ્રાક્ષ
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1/2 ટીસ્પૂન લવિંગનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન તજનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
 • સજાવટ માટે
 • નંગ-10 તળેલા પાપડ
 • 100 ગ્રામ ચણાની સેવ
 • 10 ટેબલસ્પૂન લીલી ચટણી
 • વર્મીસેલી કચોરી –એક મોટી ગળણીમાં વર્મીસેલીને થોડા પાણીમાં પલાળીને ગોઠવીને મૂકવી. બરાબર દાબીને ગળણી જેવો અાકાર કરવો. પછી એક પેણીમાં વધાર ેલ મૂકી, તેમાં ગળણી મૂકી, તળી લેવી. ઠંડી પડે એટલે ગળણીમાંથી કટોરી કાઢી લેવી. અાવી રીતે જાળીવાળી કટોરી થશે.

Method - રીત

મકાઈને છોીલ, દાણા કાઢી, મિક્સરમાં વાટી લેવી. એક થાળીમાં તેલ લગાડી, મકાઈનો ભૂકો ભરી, વરાળથી ઢોકળા જેમ બાફી લેવો. ઠંડો પડે એટલે હાથથી મસળી રવાદાર ભૂકો વગારવો. તેમાં મીઠું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, વાટેલું લસણ, દ્રાક્ષ, કાજુની કટકી અને તજ-લવિંગ-મરીનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. પછી કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા નાખવા. તૈયાર કરેલી વર્મિસેલીની જાળીવાળી કટોરીમાં મકાઈનો મસાલો ભરી, ઉપર પાપડનો ભૂકો નાખવો. તેના ઉપર સેવ ભભરાવવી. તેના ઉપર 1 ચમચી લીલી ચટણી રેડવી. અા રીતે બધી કટોરીઓ તૈયાર કરી પીરસવી.