મકાઈનું શાક
 • 717 Views

મકાઈનું શાક

Ingredients - સામગ્રી

 • 1 કિલો મકાઈ,
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ કેપ્સીકમ
 • 500 ગ્રામ પાકાં ટામેટાં
 • 5 કાજુ,
 • 10 લાલ દ્રાક્ષ
 • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, હળદર, મરચું, ખાંડ, તેલ
 • વાટવાનો મસાલો - 50 ગ્રામ શેકેલા શિંગદાણા, 5 લીલાં મરચાં, 2 કટકાં આદું, 6 કળી લસણ બધું ભેગું કરી, થોડું પાણી નાંખી વાટવું.

Method - રીત

એક વાસણમાં પાણી ભરી ઉકાળવું. તેમાં મીઠું અને સૂડીથી એક મકાઈના બે કટકા કરી નાંખવા. દાણા બફય એટલે કાઢી, હાથથી અથવા છરીથી દાણા કાઢી લેવા. વટામાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવાં. કેપ્સીકમની લાંબી સળી કાપવી. ટામેટાંને બાફી, કિચન માસ્ટરમાં ગાળી સૂપ બનાવવો.

એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વાટેલો મસાલો સાંતળવો. તેમાં બાફેલા મકાઈના દાણા, દ્રાક્ષ, વટાણા અને કેપ્સીકમ નાંખી, થોડી વાર સાંતળી તેમાં ટામેટાંનો સૂપ, મીઠું, હળદર, મરચું અને ખાંડ નાંખી, ગ્રેવી ઘટ્ટ થાય એટલે ઉતારી કાજુના કટકા, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખવા.