મગની દાળનો હલવો
  • 690 Views

મગની દાળનો હલવો

મગની દાળને 6-7 કલાક પાણીમાં પલાળી રાખવી. પછી નિતારી મિક્સરમાં કરકરી વાટવી.

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ મગની દાળ
  • 100 ગ્રામ માવો
  • 150 ગ્રામ ખાંડ
  • 1 ટેબલસ્પૂન ચણાનો લોટ
  • 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
  • 1 ટેબલસ્પૂન ચારોળી
  • 1 ટેબલસ્પૂન એલચીનો ભૂકો
  • 1 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ઘી, કેસર, ચાંદીના વરખ, દૂધ

Method - રીત

મગની દાળને 6-7 કલાક પાણીમાં પલાળી રાખવી. પછી નિતારી મિક્સરમાં કરકરી વાટવી.

એક તપેલીમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. થોડું દૂધ નાંખી, મેલ કાઢવો. પછી કેસરને વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવુ. ચાસણી દોઢ તારી થાય એટલે ઉતારી લેવું.

એક વાસણાં ઘી મૂકી, ગરમ થાય એટલે ચણનો લોટ અને વાટેલી મગની દાળ નાંખવી. બન્ને બરાબર સંતાળાય અને બદામી રંગ થાય એટલે તેમાં માવો નાંખવો. સાધારણ શેકાય એટલે તેમાં તૈયાર કરેલી ચાસણી નાંખવી. પછી બદામની કતરી, ચારોષી આને એલચી-જાયફળનો ભૂકો નાંખવો. ઘી છૂંટું પડે અને ઘટ્ટ થાય એટલે ઉતારી, થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો. હલવો સાધારણ ઠંડો પડે એટલે ચાંદીના વરખ લગાડવા. કારણ ગરમ હલવા ઉપર વરખ લગાડવાથી ચળક ઓછી થઈ જાય છે. વરખને બદલે બદામ-ચારોળીથી ડિઝાઈન પાડી સજાવટ કરી શકાય.