મખાણાનું શાક
 • 411 Views

મખાણાનું શાક

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ મખાણા
 • 25 ગ્રામ કાજુ, 25 ગ્રામ દ્રાક્ષ
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 લીંબુ, 1 ટીસ્પૂન કોર્નફ્લોર
 • 2 કપ નાળિયેરનું દૂધ
 • મીઠું, હળદર, ખાંડ, ઘી, તજ, લવિંગ
 • વાટવાનો મસાલો –
 • 25 ગ્રામ સિંગદાણા
 • 2 ટેબલસ્પૂન ચારોળી
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 5 લીલાં મરચાં, કટકો આદું
 • બધુ ભેગું કરી વાટવું.

Method - રીત

મખાણાને ઘીમાં તળી લેવા. કાજુને ઘીમાં સાધારણ તળવા. લીલા વટાણાને વરાળથી બાફી લેવા.

એક તપેલીમાં ઘી મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, વાટેલો મસાલો સાંતળવો. સુગંધ આવે અને ઘી દેખાય એટલે તેમાં નાળિયેરનું દૂધ નાંખવું. મીઠું, હળદર, ખાંડ, દ્રાક્ષ, બાફેલા વટાણા અને કોર્નફ્લોરને પાણીમાં મિક્સ કરી નાંખવો. ગ્રેવી ઉકળે અને ઘટ્ટ થાય એટલે ઉતારી તળેલા મખાણા, કાજુના કટકા, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.