પનીરને મસળી તેમાં મેદોં, બેકિંગ પાવડર, વાટેલાં લીલાં મરચાં, થોડા લીલા ધાણા અને મીઠું નાંખી, બરાબર હલાવી, ગોળા વાળી, ચપટા કરી, કોફ્તાં બનાવી, ઘીમાં તળી લેવા.
એક વાસણમાં ઘી ગરમ કરી, વાટેલો મસાલો સાંતળવો. પછી ટોમેટો પ્યુરી, મીઠું, ધાણાજીરુનો પાવડર અને મરચું નાંખી મિક્સ કરી તેમાં 100 ગ્રામ ક્રીમ નાંખી, ધીમા તાપ ઉપર રાખી ગ્રેવી ઉતારી લેવી.
એક બાઉલમાં બે કોફ્તા મૂકી, ઉપર ગરમ ગ્રેવી નાંખવી. દરેક કોફ્તા ઉપર 1 ચમચી ક્રીમ અને થોડા લીલા ધાણા નાંખી સજાવટ કરવી. પરોઠા, નાન અથવા પૂરી સાથે ગરમ પીરસવા.
નોંધ – ટોમેટી પ્યૂરીના તૈયાર ડબ્બા મળે છે. તેને બદલે ટામેટાને બાફી, તેનો જાડો સુપ વાપરી શકાય.