માલપૂડા
  • 738 Views

માલપૂડા

ઘઉંના લોટમાં દળેળી ખાંડ નાંખી, પાતળું ખીરું બાંધવું. પાંચ-છ કલા રાખી મૂકવું. પછી હાથથી ફીણી હલકં કરવું જેથી જાળી સારી પડે.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ઘઉંનો લોટ
  • 300 ગ્રામ ખાંડ – દળેલી
  • ઘી, ખસખસ - પ્રમાણસર

Method - રીત

ઘઉંના લોટમાં દળેળી ખાંડ નાંખી, પાતળું ખીરું બાંધવું. પાંચ-છ કલા રાખી મૂકવું. પછી હાથથી ફીણી હલકં કરવું જેથી જાળી સારી પડે.

એક છીછરી પેણીમા (નીચેથી સપાટ હોય તેવી પેણી) ઘી મૂકી, ગરમ થાય એટલે મોટા ચમચાથી એકસરખી ધાર પાડી, માલપૂડા પાથરવા. એક બાજુ બદામી થાય એટલે બે તાવેતાથી ઉથલાવવા. બીજી બાજુ થઈ જાય એટલે ઉતારી, થાળીમાં થોડી ખસખસ પાથરી, છૂટા ગોઠવવાં.ઉપર થોડી ખસખસ છાંટવી તેથી ચોંટી જશે નહિં.

દૂધપાક સાથે ખાસ બનાવવામાં અાવે છે.