કેરીની ચટણી (એંગ્લો ઈન્ડિયન)
 • 334 Views

કેરીની ચટણી (એંગ્લો ઈન્ડિયન)

Ingredients - સામગ્રી

 • 1 કિલો કાચી કેરી
 • (છોલી, કટકી)
 • 300 ગ્રામ ગોળ
 • 50 ગ્રામ આદું (ઝીણી કટકી)
 • 50 ગ્રામ લસણ (ઝીણી કટકી)
 • 7 નંગ સૂકાં લાલ મરચાં (અધકચરો ભૂકો)
 • 1122 કપ સરકો
 • (સિન્થેટીક વિનેગર)
 • 5 ટેબલસ્પૂન તેલ (તલનું)
 • મીઠું, વરિયાળી, કલૌંજી

Method - રીત

એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વરિયાળી અને કલૌંજીનો વઘાર કરી, આદું-લસણની કકડી અને સૂકાં લાલ મરચાંનો ભૂકો નાંખી સાંતળવો. પછી તેમાં કેરીની કટકી અને મીઠું નાંખવું. કેરી નરમ થાય એટલે વિનેગર અને ગોળ નાંખી, ધીમાં તાપે સતત હલાવ્યા કરવું. ચટણી જાડી થાય એટલે ઉતારી, ઠંડી પડે એટલે બોટલમાં ભરી લેવી.