મેંગો આઈસક્રીમ
  • 450 Views

મેંગો આઈસક્રીમ

દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં મિલ્ક પાઉઢર, 1 કેરીને છોલી કટકા, પીળો કલર, ક્રીમ અને એસેન્સ નાંખી મિક્સરમાં બીટ કરવું.

Ingredients - સામગ્રી

  • 500 મિ.લિ. દૂધ
  • 6 ટેબલસ્પૂન ખાંડ
  • 1,1/2 ટેબલસ્પૂન અમૂલ સ્પે. મિલ્ક પાઉડર
  • 1 ટીસ્પૂન મેંગો કસ્ટર્ડ પાઉડર
  • નંગ-2 હાફૂસ કેરી
  • 100 ગ્રામ તાજું ક્રીમ
  • ડ્રાયફ્રુટ્સ, યલો લિક્વિડ કલર
  • મેંગો એસેન્સ

Method - રીત

દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં મિલ્ક પાઉઢર, 1 કેરીને છોલી કટકા, પીળો કલર, ક્રીમ અને એસેન્સ નાંખી મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં મૂકવો. જામી જાય એટલે ફરી મિક્સરમાં એકરસ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. ફરી ડબ્બામાં ભરી, કેરીના કટકા અને ડ્રાયફ્રુટ્સથી સજાવટ કરી ફ્રિઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.