કેરીનું ખાડું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
  • 262 Views

કેરીનું ખાડું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ રાઈની દાળ
  • 100 ગ્રામ મેથી
  • 500 ગ્રામ મીઠું
  • 5 કિલો કેરી
  • 2 કિલો તેલ
  • 2 ટેબલસ્પૂન હળદર
  • 1-122 ટેબલસ્પૂન હિંગ (જાત પ્રમાણે લેવી)

Method - રીત

રાઈની દાળને થોડા તેલમાં શેકવી. મેથીને તેલમાં શેકી કરકરી દળાવવી. મીઠું તેલ વગર શેકવું. બધું ભેગું કરી તેમાં હળદર અને એક ચમચો હિંગ નાખી મસાલો તૈયાર કરવો.

કેરીને ધોઈ કટકા કરવા. એક તપેલીમાં મીઠું અને થોડી હળદર નાખી, એક દિવસ કટકા અાથી રાખવાં. બીજે દિવસે કપડા ઉપર કટકા કોરા કરવા. એક થાળીમાં કટકા લઈ, તેમાં તેલ નાખી રગદોળવા. પછી મસાલો નાખી હલાવી, બરણીમાં અથાણું ભરી લેવું. બીજે દિવસે તેલને ગરમ કરી, હિંગ, નાખી તેલ ઠંડું પડે એટલે અથાણામાં નાખવું.