કેરીનું અથાણું (ગળ્યું)
 • 1423 Views

કેરીનું અથાણું (ગળ્યું)

Ingredients - સામગ્રી

 • 5 કિલો કેરી રાજાપુરી
 • 2 કિલો ગોળ
 • 500 ગ્રામ ખાંડ
 • 2 1/2 કિલો તેલ (તલનું)
 • 1 કિલો મેથી
 • 1 કિલો મરચું, (બને તો રેશમપટ્ટી)
 • 1 કિલો મીઠું
 • 200 ગ્રામ મીઠું
 • (કેરી અથવામાટે)
 • 1 1/2 ટેબલસ્પૂન હળદર
 • 1 ટીસ્પૂન હિંગ (જાત પ્રમાણે લેવી)
 • રાઈ, આખાં મરચાં – વઘાર માટે

Method - રીત

મેથીને ધીમા તાપે શેકી, કરકરી દળાવવી. પછી તેના જેટલું જ મીઠું અને મરચું નાંખી હલાવી ભેગું કરવું. તેમાં 1 ચમચો હળદર અને અર્ધી ચમચી હિંગ નાંખવી. તેલને ગરમ કરી, રાઈ, અાખાં મરચાંના કટકા અને છેલ્લે હિંગ નાંખી, વગાર સાધારણ ઠંડો પડે એટલે મસાલો વગારવો. ગરમ વઘાર નાખવાથી મરચું કાળું પડે છે અને તેથી અથાણું કાળુ પડી જાય છે.

કેરીને અાખી ધોઈ સૂડા વડે કટકા કરવા. તેમાં મીઠું અને અર્ધો ચમચો હળદર નાખી રગદોળી, કલાઈવાળા વાસણમાં ભરી બે દિવસ અાથી રાખવા. ઉપર મીઠું ભભરાવવું. દિવસમાં એક વખત કટકાને ઉછાળી ઉપર- નીચે કરવા. ત્રીજે દિવસે કાઢી, એક સ્વચ્છ કપડા ઉપર છૂટા કરવા. લગભગ ચાર-પાંચ કલાક પછી કટકા કોરા થાય એટલે એક કથરોટમાં થોડા કેરીના કટકા લઈ, તેમાં તેલ નાખી રગદોળવા. ગોળને ઝીણો કાતરી તેમાં ખાંડ અને મસાલો ભેળવી, કેરીના કટકામાં નાખવો. બરણીમાં થોડું તેલ અને હિંગ નાખી, ચારે બાજુએ લગાડી, અથાણુ ભરી દેવું. ત્રીજે દિવસે હલાવી, અથાણું ડુબે તેટલું તેલ નાંખવું. બરણીને ઢાંકણ ઢાંકી ઉપર કપડું બાંધવું. જેથી હલા અંદર જાય નહિં.

નોંધ – હાલમાં મરચાનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થાય છે તેથી એક કિલો મેથી, 750 ગ્રામ મરચું અને 750 ગ્રામ મીઠું એમ લઈ શકાય, મસાલો વઘારવામાં દિવેલનો ઉપયોગ પણ થાય છે. અથાણું એક દિવસ તપેલામાં રાખી બીજે દિવસે હલાવી બરણીમાં ભરવાથી ગોળ જલદી ઓગળે છે અને એકરસ થાય છે.