મેન્ગો રબડી
  • 271 Views

મેન્ગો રબડી

દૂધને એક ઉભરો લાવી ઠંડુ કરવું. ઠંડા દૂધમાં મોળું દહીં નાખી, સંચો ફેરવી ગરમ કરવા મૂકવું. ઊભરો અાવે પછી મધ્યમ તાપે 30 મિનિટ ઉકાળવું. મોળું દહીં નાખવાથી દૂધ ફાટશે નહિ.

Ingredients - સામગ્રી

  • 1, ½ લિટર દૂધ
  • 1 ટેબલસ્પૂન મોળું દહીં
  • 50 ગ્રામ કાજુ અથવા બદામ
  • 1 કપ ખાંડ
  • 250 ગ્રામ હાફૂસ કેરી
  • 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન જાયફળનો પાઉડર
  • ચારોળી, બદામની કાતરી

Method - રીત

દૂધને એક ઉભરો લાવી ઠંડુ કરવું. ઠંડા દૂધમાં મોળું દહીં નાખી, સંચો ફેરવી ગરમ કરવા મૂકવું. ઊભરો અાવે પછી મધ્યમ તાપે 30 મિનિટ ઉકાળવું. મોળું દહીં નાખવાથી દૂધ ફાટશે નહિ. કણી સારી પડશે અને મલાઈ જામશે નહિ. વચમાં હલાવતાં રહેવું. જેથી ચોંટી જાય નહિ. કાજુમાં અડધો કપ પાણી નાંખી લિક્વિડાઈઝ કરવું. કાજુની પેસ્ટ દૂધમાં નાંખી હલાવવું. ફરી પાછું 30 થી 40 મીનીટ ઉકાળવું. પછી નીચે ઉતરાી દૂધ સાથારણ ઠંડું થાય પછી ખાંડ નાંખી બરાબર હલાવવું. ખાંડ ઓગળે પછી ઢાંકીને ફ્રિજમાં બરફના ખાનામાં ત્રણ કલાક રાખવું. બહાર કાઢી સંચો ફેરવવો. હાફૂસ કરીને છોલી, કટકા કરી તેનો માવો બનાવી, તેમાં દળેલી ખાંડ નાંખી, હલાવી, ઢાંકીને ફ્રિજમાં મૂકવું. પછી રબડીમાં બરાબર મિક્સ કરી, એલચીનો ભૂકો, જાયફળનો પાઉડર નાંખી ફ્રિજમાં મૂકી બરાબર ઠંડું થાય એટલે બહાર કાઢી, ચારોળી અને બદામની કાતરી નાંખવી.