મેરીનેટેડ કેરટ્સ
 • 313 Views

મેરીનેટેડ કેરટ્સ

Ingredients - સામગ્રી

 • 1 કિલો ગાજર
 • 1 કપ ટામેટાનો રસ
 • 2 ટીસ્પૂન મીઠું
 • 1 ટીસ્પૂન મરચું
 • 1 ટીસ્પૂન મરીનો પાઉડર
 • 1 ટેબલસ્પૂન રાઈનો પાઉડર
 • 1/2 કપ સલાડ ઓઈલ
 • નંગ-2 કેપ્સીકમ
 • 1 કપ ખાંડ
 • 3/4 કપ વિનેગર

Method - રીત

ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, 3 ઈંચ લાંબી ચીરીઓ કરવી. કેપ્સીકમનાં બી કાઢી પાતળી ચીરીઓ કરવી. એક બાઉલમાં ટામેટાનો રસ, મીઠું, મરચું, ખાંડ, મરીનો પાઉડર, રાઈનો પાઉડર, સલાડ ઓઈલ, વિનેગર બધું ભેગું કરી હલાવી તેમાં ગાજરની ચીરીઓ અને કેપ્સીકમની ચીરીઓ નાંખી સલાડ તૈયાર કરી, રેફ્રિજરેટરમાં મૂકવું.