અાદું, મરચાં અને લસણને એકદમ ઝીણાં વાટવાં, મરી, લવિંગ અને જીરુ બારીક ખાંડવું. મેંદાના લોટમાં વાટેલાં, અાદું-મરચાં-લસણ અને ખાંડલાં મરી, લવિંગ, જીરું, કલૌંજી, મીઠું અને ગરમ ઘીનું મૂઠી પડતું મોણ નાંખી, કણક બાંધવી. એક કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, સુંવાળી બનાવવી. ગરમ ઘીમાં કોર્નફ્લોર નાંખી, સાટો બનાવવો.
કણકમાંથી પૂરી બનાવી,તેના ઉપર સાટો લગાડી બીજી પૂરી મૂકવી. ગતેના ઉપર સાટો લગાડી, ત્રીજી પૂરી મૂકવી. પછી તેનો રોલ વાળી કટકા કરવા. તેને દબાવી નાની પૂરી વણવી, પેણીમાં ઘી મૂકી ગુલાબી રંગની તળી લેવી. પૂરીના પડ છૂટાં દેખાશે અને પૂરી ફૂલશે. પછી ગાર્લિક કરી સાથે પીરસવી