એખ વાસણમાં પાણી મૂકી, ઊકળે એટલે તેમાં મીઠું, ખાંડ નાંખી ચોખા ઓરવા. તેમાં 1 ચમચી ઘી, અડધા લીંબુનો રસ અને મસાલાની પોટલી નાંખવી. ચોખા કડક બફાય એટલે ચાળણીમાં નાંખી પાણી નિતારી છૂટો ભાત બનાવવો.
વટાણા અને ફ્લાવરના ફૂલને મીઠું નાંખી પાણીમાં બાફવાં. બટાકાને છોલી પાતળી ચીપ્સ કરી, તેમાં મીઠું અને થોડું દહીં નાંખી, અડધો કલાક રાખી, પછી તેલમાં તળી લેવી.
એક વાસણમાં તેલ મૂકી, તેમાં જીરું, કાળાં મરી, તજ, લવિંગ, તમાલપત્ર અને અાખાં મરચાંના કટકાનો વઘાર કરી ડુંગળીનું કચુંમબર નાખવું. બદામી રંગ થાય એટલે મીઠું, મરચું, થોડી હળદર, ગરમ મસાલો, વાટેલાં અાદું-મરચા, લસણ અને દહીં નાંખવું. પછી તેમાં લાલ દ્રાક્ષ નાંખી, બાફેલા વટાણા, ફ્લાવર અને તળેલી બટાકાની ચીપ્સ નાખવી. કેસરની ભૂકી નાખી ઉતારી લેવું. તેમાં માવાને છૂટો કરી, બરાબર મિક્સ કરવો.
એક તપેલીમાં થોડું ઘી મૂકી, તેમાં એક થર ભાતનો અને એક થર શાકનો એમ ભરવા. વચ્ચે કોપરાનું ખમણ અને લીા ધાણા ભભરાવવા. ઉપર થોડું કોપરાનું ખમણ, લીલા ધાણા ભભરાવવા. ઉપર થોડું કોપરાનું ખમણ, લીલા ધાણા, છોલેલી બદામની કતરી અને કાજુની કતરી ભભરાવવી. બે ચમચા ગુલાબજળ છાંટી, ઢાંકણ ઢાંકી ધીમા તાપે સીઝવા મૂકવો. બરાબર સિઝાઈ જાય એટલે ઉતારી લેવો