મસાલા દહીંવડાં
  • 148 Views

મસાલા દહીંવડાં

Method - રીત

250 ગ્રામ મોરિયાને સાફ કરી, તારવીને રાંધવો. ઠંડો પડે એટલે મસળી, તેમાં મીઠું અને વાટેલાં અાદું-મરચાં નાંખવા.

50 ગ્રામ સિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો બારીક ભૂકો કરવો. તેમાં 50 ગ્રામ કોપરાનું ખમણ, તલ, ખસખસ, લીલાં મરચાંના કટકા, દ્રાક્ષ, મીઠું, ખાંડ, લીંબુનો રસ અે લીલા ધામાને ઝીણા સમારી, દોઈ, કોરા કરી નાંખીને મસાલો તૈયાર કરવો. 250 ગ્રામ દહીંને વલોવી, તેમાં મીઠું અને ખાંડ નાંખી એક ચમચી ઘીમાં જીરું અને મીઠા લીમડાંના પાન નાંખી, વઘાર કરવો. ગોળ-અાંબલીની ચટણી તૈયાર કરવી.

મોરિયાની કણકમાંથી મોટો લૂઓ લઈ, વાડકી અાકાર કરી, તેમાં મસાલો ભરી, વડાં બનાવવાં. પછી મોરિયાના લોટમાં સાધારણ રગદોળી, તેલમાં તળી લેવાં. એક ડિશમાં વડાં મૂકી, ઉપર એક ચમચો દહીં અને એક ચમચી ગોળ-અાંબલીની ચટણી નાંખવી. ઉપર થોડી લાલ મરચાંની ભૂકી છાંટવી.