સિંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળી રાખવા. સવારે છોડાં કાંઢી તેમાં નાળિયેરનું ખમણ, લીલાં મરચાં, આદું અને લીલા ધાણા નાંખી, મસાલો વાટવો. તેમાં મીઠું, ખાંડ, દ્રાક્ષ અને લીંબનો રસ નાંખી તેના ગોળા વાળવા.
ચણાની દાળને પાણીમાં પલાળી, સવારે વાટી લેવી. તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને થોડું ગરમ તેલનું મોણ નાંખી, ફીણી ખીરું તૈયાર કરવુ. ખીરું સાધારણ જાડું રાખવું. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તૈયાર કરેલા ગોળા ચણાના ખીરામાં બોળી બદામી રંગના તળી લેવા. સાથે દહીંની કોઈપણ ચટણી અાપવી.