મસાલા ઢોંસા – સિંગદાણાની કરી સાથે
 • 366 Views

મસાલા ઢોંસા – સિંગદાણાની કરી સાથે

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ મોરિયો
 • 100 ગ્રામ શિંગોડાનો લોટ
 • 25 ગ્રામ રાજગરાનો લોટ
 • મીઠું, તેલ – પ્રમાણસર
 • મસાલા માટે –
 • 250 ગ્રામ બટાકા
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 1 ટીસ્પૂન તલ, 1 લીંબુ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ, જીરુ

Method - રીત

બટાકાને બાફી, છોલી, બાકી કટકા કરવા. એક વાસણમાં તેલ મૂકી, જીરુંનો વખાર કરી, બટાકાના કટકા વઘારવા. તેમાં મીઠું, મરચું, ખાંડ, તલ અને વાટેલાં અાદું-મરચાં નાંખી, ઉતારી લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખી, મસાલાનું શાક તૈયાર કરવું.

મોરિયાને ધોઈને 6-7 કલાક પાણીમાં પલાળી રાખવો. તેને નિતારીને વાટી નાંખવો. પછી તેમાં મીઠું, શિંગોડાનો લોટ અને રાજગરાનો લોટ ભેગો કરી, પાણી નાંખી પાતળું ખીરું તૈયાર કરવું. તવા ઉપર તેલ મૂકી ખીરામાંથી પાતળા ઢોંસા પાથરવા. બન્ને બાજુ તળી ઢોંસા ઉતારવા. ઢોંસાની વચ્ચે બટાકાનો મસાલો ભરી, ઢોંસા સિંગદાણાની અામટી સાથે પીરસવા.

સીંગદાણાની કરી – 250 ગ્રામ સીંગદાણા, 100 ગ્રામ નાળિયેરનું ખમણ, 3 લીલાં મરચાં, કટકો અાદું, નાની ઝૂડી લીલા ધાણા, 3 ટેબલસ્પૂન અાંબલીનો જાડો રસ, 2 ટેબલસ્પૂન ખાંડ, 5 કાજુ, 10 દ્રાક્ષ, મીઠું, મરચું, તજ, લવિંગ, તેલ અતવા ઘી.

રીત – સિંગદાણાને શેકી, છોલી, ભૂકો કરવો. તેમાં નાળિયેરનું ખમણ અને અાદું-મરચાં નાંખી પેસ્ટ બનાવવી. એક તપેલીમાં તેલ અથવા ઘી મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, સીંગદામાની પેસ્ટ નાંખવી. તેમાં મીઠું, મરચું, દ્રાક્ષ કાજુના કટકા અને 1 કપ પાણી નાંખવું. પછી અાંબલીનો રસ અને ખાંડ નાંખી ઊકળે અને ઘટ્ટ થાય એટલે ઉતારી, લીલા ધાણાથી સજાવટ કરી, ઢોંસા સાથે કરી પીરસવી.