મસાલો – રસાદાર શાક માટે
 • 635 Views

મસાલો – રસાદાર શાક માટે

ચણાની દાળને ધીમે તાપે શેકી, બદામી રંગની થાય એઠલે ઉતારી, ઠંડી પડે એટલે ઝીણો લોટ દળાવવો. શિંગદાણાને શેકી, છોડાં કાઢી સંચાથી ઝીણો ભૂકો કરવો.

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ ચણાની દાળ
 • 200 ગ્રામ શિંગદાણા
 • 50 ગ્રામ કોપરાનું ખમણ
 • 25 ગ્રામ તલ, 25 ગ્રામ ખસખસ
 • 5 ગ્રામ તજ, 5 ગ્રામ લવિંગ
 • 5 ગ્રામ મસાલાની એલચી
 • 5 ગ્રામ તમાલપત્ર
 • 5 ગ્રામ વરિયાળી
 • 4 સૂકાં અાખાં મરચાં
 • 2 જીડવાં સૂકું લસણ

Method - રીત

ચણાની દાળને ધીમે તાપે શેકી, બદામી રંગની થાય એઠલે ઉતારી, ઠંડી પડે એટલે ઝીણો લોટ દળાવવો. શિંગદાણાને શેકી, છોડાં કાઢી સંચાથી ઝીણો ભૂકો કરવો. કોપરાના છીણને થોડા તેલમાં સાંતળી, ખાંડી લેવું. તલ અને ખસખસને શેકીને ખાંડવાં. તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, વરિયાળી અને અાખાં મરચાંને થોડા તેલમાં સાંતળી, બધું કોરું પડે એટલે ખાંડવું. લસણની કળીને ફોલી, તેલમાં તળી ખાંડવી. પછી બધું ભેગું કરી, કાચની પેક બરણીમાં મસાલો ભરી રાખવો. રસાદાર શાક બનાવતી વખતે 1 ચમચો મસાલો નાંખવાથી શાક ઘટ્ટ અને રસાદાર બને છે. દહીંવાળા શાકમાં પણ નાંખી શકાય.