મસાલેદાર મોદક
 • 626 Views

મસાલેદાર મોદક

Ingredients - સામગ્રી

 • મોદક માટે
 • 250 ગ્રામ ઘઉંનો લોટ
 • 50 ગ્રામ ચણાનો લોટ
 • મીઠું, હળદર, તેલ
 • મસાલો –
 • 100 ગ્રામ સુકું કોપરું
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ખસખસ
 • 4 લીલાં મરચાં, 1 લીંબુ
 • 7 કળી લસણ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તેલ – પ્રમાણસર
 • ગ્રેવી –
 • 500 ગ્રામ પાકાં ટામેટાં
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 25 ગ્રામ કાજુ અથવા સિંગદાણા
 • 4 કાશ્મીરી મરચાં, 2, કટકા અાદુંડ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તમાલપત્ર, લાલ મરચું, રાઈ, હિંગ

Method - રીત

સૂકા કોપરાને ઝીણી, શેકી લેવું. પછી ખાંડી ભૂકો કરવો. તલ અને ખસખસને શેકી, ખાંડી લેવાં. લીલાં મરચાંના કટકા કરી, થોડા તેલમાં સાધારણ સાંતળવા. લસણની કાતરી કરવી. બધું ભેગું કરી, તેમાં મીઠું, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ,કોરા કરી નાંખી, મસાલો તૈયાર કરવો.

ટામેટાંને બાફી, સૂપના સંચાથી રસ ગાળી લેવો. નાળિયેરનું ખમણ, કાજુ, કાશ્મીરી મરચાં, અાદું અને લીલા ધાણાને વાટવા.

ઘઉંના લોટમાં ચણાનો લોટ, મીઠું, હળદર અને તેલનું મોણ નાંખી, પૂરી જેવી કણક બાંધવી. પછી નાની પૂરી વણી તેમાં મસાલો ભરી, પૂરીનો છેડો થોડ થોડે અંતરે દાબી, બંધ કરી મોદકનો અાકાર કરવો. તેલમાં તળી લેવા.

એક વાસણમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ અને તમાલ પત્ર નાંખી વાટેલો મસાલો સાંતળવો. સુંગધ અાવે એટલે તેમાં પ્રમાણસર પાણી વઘારવું. ઊકળે એટલે તેમાં મોદક નાંખવા. મોદક બરાબર બફાય એટલે તેમાં મીઠું, હળદર, મરચું, ખાંડ અને ટામેટાનો રસ નાંખવો. જાડું રસાદાર થાય એટલે ઉતારી લીલા ધાણા અને કોપરાનું ખમણ નાંખવું.