ચોખાને ધોઈને સૂકવવા. તેમાં તુવેરની દાળ અને ચણાની દાળ નાંખી, કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, થોડો સોડા, અડધી ચમચી બેકિંગ પાઉડર, થોડો ગોળ, દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી બાર કલાક અાથી રાખવું. ઋતુ પ્રમાણે ફેરફાર કરવો. અાથો અાવે એટલે ચપટી હળદર, વાટેલા અાદું-મરચાં, બાફેલા લીલા વટાણા અને થોડા ધાણા નાંખવા.
એક થાળીમાં તેલ લગાડી, તેમાં ખીરું પાથરવું. ઉપર તલ ભભરાવવા પછી ગરમ ઓવનમાં 350 ફે. તાપે બેક કરવું. બન્ને પડ રતાશ પડતાં થાય એટલે કાઢી, તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. ઉપર લાલ મરચાની ભૂકી છાંટવી. તેલમાં રાઈ, હિંગનો વઘાર કરી રેડવો. ઠંડુ પડે એટલે ત્રિકોણ કટકા કરી, દહીંની ચટણી સાથે પીરસવા.