મસાલા પરવળ
  • 584 Views

મસાલા પરવળ

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ પરવળ
  • નંગ – 2 ડુંગળી
  • 3 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
  • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 લીંબુ
  • મીઠું, હળદર, ખાંડ, તેલ, રાઈ, હિંગ - પ્રમાણસર

Method - રીત

પરવળને પાતળાં ગોળ સમારવાં, ડુંગળીનું ઝીણું કચુંબર કરવું.

એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું કચુંબર વઘારવું. સાધારણ બદામી થાય એટલે પરવળનાં ગોળ પાતળાં પૈતાં, મીઠું અને હળદર નાંખી, ખૂબ ધીમા તાપ ઉપર મૂકવું. 1 ચમચો પાણી નાંખવું. બફાય અને સાધારણ કડક થાય એટલે તેમાં ચપટી ખાંડ, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ અને તલ નાંખી છૂટું થાય એટલે ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ નાંખી, મિક્સ કરી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખી સજાવટ કરવી.