100 ગ્રામ ચણાનો લોટ અને 50 ગ્રામ ચોખાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, હળદર, ખાંડ, તજ-લવિંગનો ભૂકો અને વાટેલો મસાલો નાંખી, કેળાને છૂંદી એકરસ કરી, અાંબલીના પાણીથી ચોપડી શકાય તેવું ખીરં તૈયાર કરવું.
અળવીનાં પાનને ધોઈ, કોરાં કરી, ઊભા બે કટકા કરવા. વચ્ચેની નસ કાઢી નાખવી. પાનની એક પટ્ટી ઉપર તૈયાર કરેલું ખીરું ચોપડી તેનો વીંટો વાળવો. 100 ગ્રામ ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું નાખી પાણીથી પેસ્ટ બનાવવી. વીંટાના બન્ને છેડા પેસ્ટ લગાડી ચોંટાડી દેવા, ઉપર પેસ્ટ લગાડવી પછી તેલમાં બદામી રંગનાં થાય એટલે બરાબર નિતારી બહાર કાઢવાં. ઉપર કોપરાનું ખમણ, શેકેલા તલ અને લીલા ધાણા નાખી સજાવટ કરવી.
નોંધ – મસાલાનાં પતરેલને તેલમાં તળવાને બદલે બાફી પછી વઘારી, મસાલો નાખી શકાય