મસ્કા પેટીસ
 • 280 Views

મસ્કા પેટીસ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ દહીં
 • 1 ટેબલસ્પૂન ખાંડ
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 5 લીલાં મરચાં
 • 1 ટીસ્પૂન ખસખસ
 • 10 દ્રાક્ષ, 7 કાજુ
 • 25 ગ્રામ લીલા ધાણા
 • 500 ગ્રામ બટાકા
 • 75 ગ્રામ અારારુટ
 • મીઠું, તેલ - પ્રમાણસર

Method - રીત

દહીંને કપડામાં બાંધી, લટકાવી રાખવું. તેનું બધું જ પાણી નીતરી જાય અને કઠણ મસ્કો તૈયાર થાય એટલે કપડામાંથી મસ્કો કાઢી લેવો. તેમાં મીઠું, ખાંડ, કોપરાનું ખમણ, વાટેલાં અાદું-મરચાં, ખસખસ, કાજુની છડી, દ્રાક્ષ અને લીલા ધામા ઝીણા સમારી, ધોઈ, તદ્દન કોરા કરીને નાંખવા.

બટાકાને બાફી, છોલી માવો બનાવવો. તેમાં મીઠું અને 50 ગ્રામ અારારુટ નાંખી, બરાબર મસળી, કણક તૈયાર કરવી. તેમાંથી લૂઓ લઈ, વાડકી અાકાર કરી તેમાં તૈયાર કરેલો મસ્કો મૂકી, બરાબર બંધ કરી, દાબીને પેટીસ બનાવવી. અારારુટનો હાથ લગાડી, પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે પેટીસ તળી લેવી.

નોંધ – મસ્કાને રેફ્રિજરેટરમાં મૂકી કઠણ કરી શકાય.