મઠિયા
  • 416 Views

મઠિયા

Ingredients - સામગ્રી

  • 1॥ કિલો મઠનો લોટ,
  • 300 ગ્રામ અડદનો લોટ,
  • 6 ટેબલ સ્પૂન મીઠું,
  • 150 ગ્રામ ખાંડ,
  • અજમો 2 ટી સ્પૂન,
  • ચપટી હળદર,
  • 2 ટે. સ્પૂન સફેદ મરચું.

Method - રીત

મીઠું તથા ખાંડ જુદા જુદા ઉકાળવા, લોટમાં ઉપર મુજબનો મસાલો નાખવો, મીઠું અને ખાંડના પાણીને ભેગા કરી તેનાથી કઠણ લોટ બાંધવો. તેમ જ બરાબર કૂટવો. એક સરખા લુઆ પાડવા. ઘી અને લોટને ફીણી લુઆને તેમાં રગદોડવા. પછી તપેલીમાં ભરી લેવા. મઠિયા પાતળા વણી લેવા. તેને ઉપરાઉપરી મૂકવા જેથી સૂકાઈ જાય નહીં. પછી તેને તેલમાં તળી લેવા.