માવાની કચોરી
 • 397 Views

માવાની કચોરી

Ingredients - સામગ્રી

 • પૂરણ માટે –
 • 250 ગ્રામ માવો (મોળો)
 • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
 • 1 ટીસ્પૂન જાયફળનો ભૂકો
 • 1 ટીસ્પૂન દળેલી ખાંડ, થોડું કેસર
 • પડ માટે –
 • 300 ગ્રામ મેંદો
 • 2 ટેબલસ્પૂન ઘી, દૂધ, ઘી, પ્રમાણસર
 • ચાસણી માટે –
 • 400 ગ્રામ ખાંડ
 • 1 ટેબલસ્પૂન દૂધ, પાણી – પ્રમાણસર
 • સજાવટ માટે –
 • 10 બદામ, 15 પિસ્તાં,
 • 3 ટીસ્પૂન ચારોળીનો ભૂકો
 • 2 ટેબલસ્પૂન કાજુનો ભૂકો, ચાંદીના વરખ

Method - રીત

માવાને બરાબર મસળી તેમાં દળેલી ખાંડ, એલચી, જાયફળ અને કેસરને વાટી અંદર નાંખી બરાબર મસળી તેના નાના ગોળા કરવા.

મેંદામાં ઘીનું મોણ નાંખી, દૂધથી કણક બાંધવી. એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ઘી લઈ કણકને કેળવી નરમ બનાવવી. તેની પૂરી વણી, તેમાં માવાનું પુરણ ભરી કચોરી વાળી ઘીમાં તળી લેવી.

એક વાસણમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકળવા મૂકવું. દૂધ નાંખી, મેલ કાઢવો. ચાસણી બેતારી થાય એટલે ઉતારી લેવી. કચોરીને ઉપરથી સહેજ ફોડી ચાસણીમાં બોળી કાઢી રેવી. કચોરીના ફોડેલા ભાગ ઉપર વરખ લગાડી પિસ્તાં લગાડવા.