માવા કુલફી
  • 435 Views

માવા કુલફી

એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં ખાંડ, કોર્નફ્લોર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી પેસ્ટ બનાવી ઉકળતા દૂધમાં નાંખવી. દૂધ જાડું થાય એઠલે ઉતારી લેવું.

Ingredients - સામગ્રી

  • 1 લિટર દૂધ, 150 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ માવો (મોળો)
  • 3 ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
  • 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • 3 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  • 1 ટેબલસ્પૂન છોલેલી બદામનો ભૂકો
  • 1 ટેબલસ્પૂન પિસ્તાંનો ભૂકો
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • કેસરનો એસેન્સ

Method - રીત

એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં ખાંડ, કોર્નફ્લોર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી પેસ્ટ બનાવી ઉકળતા દૂધમાં નાંખવી. દૂધ જાડું થાય એઠલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે માવો, છોલેલી બદામની ભૂકો, પિસ્તાનો ભૂકો, ચારોળીનો ભૂકો, એલચીનો ભૂકો, 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો અને એસેન્સ નાંખી મિક્સરમાં ચર્ન કરવું. પછી કુલ્ફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં સેટ થવા મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે મોલ્ડમાંથી કુલ્ફી કાઢી, કાજુના ભૂકામાં રગદોળી આપવી.