મેયોનીઝ
  • 539 Views

મેયોનીઝ

Ingredients - સામગ્રી

  • 2 ટીસ્પૂન સફેદ વિનેગર
  • 1 નાનો બટાકો, મીઠું
  • 2 ટીસ્પૂન ખાંડ
  • 1/2 ટીસ્પૂન મરીનો પાઉડર
  • 1/2 ટીસ્પૂન રાઈનો પાઉડર
  • 1/2 કપ ક્રીમ
  • 1 કપ ઓલિવ ઓઈલ
  • 1/2 ટીસ્પૂન લીંબુનો રસ

Method - રીત

સફેદ વિનેગરમાં મીઠું, ખાંડ, મરી અને રાઈનો પાઉડર નાંખી, ખૂબ હલાવવું. બટાકાને બાફી, છોલી, વાટી માવો કરી, તેમાં નાંખવો. પછી ક્રીમ નાંખી બરાબર હલાવી ધીમે ધીમે ઓલિવ ઓઈલ નાંખવું. તેમાં લીંબુનો રસ નાંખી, એકરસ કરવું. પછી ફ્રિજમાં મૂકવું.