મેથંબો
  • 854 Views

મેથંબો

Ingredients - સામગ્રી

  • 2 કિલો કેરી
  • 1 કિલો ખાંડ
  • 400 ગ્રામ મેથીનો મસાલો
  • તેલ, રાઈ, મેથી
  • હિંગ, અાખાં મરચાં, થોડો લીંબુનો રસ

Method - રીત

રેષા વગરની અને જીણ વગરની કેરીને છોલી, ધોઈ, કટકા કરવા. પછી તેને સાધારણ કડક બાફી, છાબડીમાં કાઢી લેવા. (વધારે બફાઈ જાય નહિ તેની કાળજી રાખવી.)

એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. તેમાં લીંબુનો રસ નાંખી મેલ કાઢવો. ચાસણી બેતારી થાય એટલે તેમાં કેરીના કટકા નાંખવા. ચાસણી અઢીતારી થાય એટલે ઉતારી, મેથીનો સંભાર નાંખવો. તેલમાં મેથી, રાઈ, હિંગ અને અાખાં મરચાંના કટકાનો વઘાર કરવો. ખાંડને બદલે ગોળનો મેથંબો બનાવી શકાય.