મેથીના ગોટા
  • 656 Views

મેથીના ગોટા

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ મેથીની ભાજી
  • 100 ગ્રામ લીલા ધાણા
  • 300 ગ્રામ ચણાનો લોટ
  • 100 ગ્રામ કણકી કોરમાનો લોટ
  • કટકો અાદું, 5 લીલાં મરચાં
  • 50 ગ્રામ દહીં
  • 2 ટેબલસ્પૂન તલ
  • 1 કેળું
  • મીઠું, મરચું, હળદર, તેલ, સોડા, ખાંડ

Method - રીત

મેથીની ભાગી અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, નિતારી, તેમાં ચણાનો અને કમકી કોરમાનો લોટ (તુવેરની દાળ અને ચોખાનો કરકરો લોટ), મીઠું, વાટેલા અાદું-મરચાં, મરચું, હળદર, દહીં, ખાંડ, તલ, ચપટી સોડા, તેલનું મોણ અને કેળાને છૂંદી અંદર નાંખી, ખીરું બાંધવું. ગરમ તેલ નાંખી હલાવી તેલમાં ગોટા તળી લેવા.