મેથીપાક અથવા મેથીના લાડુ
 • 1096 Views

મેથીપાક અથવા મેથીના લાડુ

મેથીને કાચી, ઝીણી દળાવવી. નરમ ગોળ ભેળવી બે-ત્રણ દિવસ દાબી રાખવી. અડદના લોટને 1 ચમચો ઘી અને 1 ચમચો દૂધ નાંખી ધાબો દેવો. પછી ચાળી રવાદાર ભૂકો બનાવી ઘીમાં બદામી રંગનો શેકી લેવો.

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ મેથી
 • 250 ગ્રામ ગોળ (નરમ)
 • 200 ગ્રામ અડદનો લોટ
 • 600 ગ્રામ ઘી
 • 150 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ ઘઉં નો લોટ
 • 50 ગ્રામ સૂંઠ
 • 25 ગ્રામ ખસખસ
 • 50 ગ્રામ બદામ
 • 50 ગ્રામ ચારોળી
 • 500 ગ્રામ ખાંડ-દળેલી (બૂરું)
 • એલચી, દૂધ - પ્રમાણસર

Method - રીત

મેથીને કાચી, ઝીણી દળાવવી. નરમ ગોળ ભેળવી બે-ત્રણ દિવસ દાબી રાખવી.

અડદના લોટને 1 ચમચો ઘી અને 1 ચમચો દૂધ નાંખી ધાબો દેવો. પછી ચાળી રવાદાર ભૂકો બનાવી ઘીમાં બદામી રંગનો શેકી લેવો. ચણાના લોટમાં પણ ધાબો દઈ, ચાળી, ઘીમાં બદામી રંગનો શેકવો. ઘઉંના લોટને ધાબો દીધા વગર ઘીમાં બદામી રંગનો શેકવો.પછી ત્રણે લોટ ભેગા કરી, તેમાં ગોળવાળી મેથી મિક્સ કરવી. ગોળની ગાંગડી બરાબર ભાંગી નાંખવી. પછી તેમાં ખાંડેલી સૂંઠ, સાધારણ શેકેલી ખસખસ, કોપરાને છીણી, શેકી તેનું ખમણ બદામ – ચારોળીનો મોટો ભૂકો, એલચીનો ભૂકો અને દળેલી ખાંડ નાંખી બરાબર બધું ભેગું કરવું. ઘીને ગરમ કરી અંદર નાંખીને તેના લાડુ વાળવા અાથવા થાળીમાં લગાડી ઠારી દેવું. ઉપર ચાંદીના વરખ લગાડવા, પછી કટકા કાપવાં.

નોંધ – અા લાડુ સાંધિવાના દર્દી માટે ગુણકારી છે. શિયાળામાં દર વર્ષે અાનું સેવન રાખવાથી સંધિવાના રોગમાં ફાયદો થાય છે.