મેક્સિકન બીન સલાડ
 • 621 Views

મેક્સિકન બીન સલાડ

Ingredients - સામગ્રી

 • 2 કપ રાજમા
 • 2 કપ ચોળા
 • 2 કપ વટાણા
 • 1 કપ ગારલિક ફ્રેન્ચ ડ્રેસિંગ
 • 2 લીલી ડુંગળી
 • 2 કેપ્સીકમ
 • 2 ગાજર
 • 2 લીલાં મરચાં
 • મીઠું, મરીનો પાઉડર, લેટ્યૂસનાં પાન,
 • ચપટી સોડા

Method - રીત

રાજમા, ચોળા અને સૂકા વટાણાને રાત્રે સાધારણ ગરમ પાણીમાં પલાળી રાખવા. બીજે દિવસે પાણીમાં સોડા નાંખી, જુદા જુદા બાફવા. પછી ભેગું કરી, તેમાં મીઠું, મરીનો પાઉડર અને ગારલિક ફ્રેન્ચ ડ્રેસિંગ નાંખી, હલાવી, ફ્રિજમાં રાખવું. સલાડ બાઉલમાં લેટ્યૂસનાં પાન મૂકી, સલાડ ભરી, ઉપર લીલી ડુંગળીની રિંગ, કેપ્સીકમની રિંગ અને ગાજરના છીણથી સજાવટ કરવી.